Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

લગ્ન બાદ સિંગર નેહા કક્કડની પહેલી દિવાળી

દુબઈમાં રોહનપ્રીત સાથે સિંગર રોમાન્ટિક થઈ : નેહા કક્કડે દુબઈમાં પતિ રોહનપ્રીત સિંહ સાથે દિવાળીની ઉજવણી કરીને ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી હતી

મુંબઈ,તા.૧૫ : જાણીતી સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હાલમાં હનીમૂન પર છે. બંને દુબઈમાં પોતાના લગ્ન બાદની ખાસ પળો માણી રહ્યા છે. પાછલા મહિને કપલે દિલ્હીના એક ગુરુદ્વારામાં આનંદ કારજ વિધીથી લગ્ન કર્યા હતા અને બાદમાં મોટી રિસેપ્શન પાર્ટી પણ રાખી હતી. દુબઈમાં હનીમૂનની મજા માણી રહેલું કપલ સોશિયલ મીડિયા પર ઘણું એક્ટિવ રહે છે. હાલમાં સિંગર નેહા કક્કરે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં સિંગર પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી રહી છે. સાથે તે પતિની કિસ પણ કરી રહી છે. તેમના બેકગ્રાઉન્ડમાં ફટાકટા ફૂટી રહ્યા છે. નેહા પ્રિન્ટેડ ટોપ લૂકમાં સુંદર લાગી રહી છે. જ્યારે રોહનપ્રીત કેઝ્યુઅલ ટી-શર્ટ અને જીન્સમાં દેખાય છે. કપલ હનીમૂન પર તહેવારની ઉજણવી કરતા ખૂબ ખુશ દેખાઈ રહ્યું છે. બંને વિડીયોમાં પોતાના ફેન્સને દિવાળીના તહેવારની શુભકામના પાઠવે છે. નેહાએ વિડીયોને કેપ્શન આપ્યું છે, બેસ્ટ રૂ વ્યૂ એવરરર, હેપ્પી દિવાળી બધા લોકોને, રોહનપ્રીત સિંહ લવ યુ. પહેલા રોહનપ્રીત સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને પીળા રંગની કારમાં ડ્રાઈવ પર જતા દેખાય છે. વિડીયોમાં એકબીજું રોહનપ્રીત ડ્રાઈવિંગ સીટ પર બેઠો છે તો નેહા કક્કર તેની બાજુમાં પોઝ આપતા દેખાય છે. વિડીયોના કેપ્શનમાં રોહનપ્રીતે લખ્યું છે, પત્ની નેહા કક્કર સાથે હનીમૂન દરમિયાન એક્સ કોલિંગ સોન્ગ પર મારો પહેલો રીલ વિડીયો. પતિની પોસ્ટ પર નેહાએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું, તમારી સાથે જિંદગી વધારે સુંદર થઈ ગઈ છે.

(3:55 pm IST)