Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

દિપ શર્માના પાત્રમાં જોવા મળશે સાકિબ

ડિજીટલ પ્લેટફોર્મ ઝી ફાઇવ પર વધુ એક ફિલ્મ ૨૧મીએ આવી રહી છે. 'કોમેડી કપલ' નામની આ ફિલ્મમાં સાકિબ સલિમ મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. દિપ શર્મા નામનું પાત્ર સાકિબને મળ્યું છે. સાથે શ્વેતા બાસુ પ્રસાદ, પૂજા બેદી અને રાજેશ તેલંગ તથા પ્રણય મનચંદા પણ મહત્વના રોલમાં  છે. સાકિબે કહ્યું હતું કે દિપ એ કાલ્પનીક પાત્ર છે, પરંતુ મારી અસલી જિંદગી સાથે તે મળતું આવે છે. તે સ્થિતિને સંભાળવા માટે થોડુ ઘણું ખોટુ બોલી લે છે, પરંતુ તેનો ઇરાદો આવું કહીને કોઇની પણ લાગણી દુભાય જાય તેવું કરવાનો જરાય નથી. પરંતુ તેની આ ટેવ અજાણતા એક મોટુ સ્વરૂપ લઇ લે છે.

દિપનું આ પાત્ર અત્યંત મજેદાર અને અસલી છે, હું તેને સરળતાથી નિભાવી શકયો છું. પૂજા બેદી સાથે આ ફિલ્મમાં કામ કરવાની તક મળી તેના કારણે હું મારી જાતને લક્કી સમજી રહ્યો છું. જો જીતા વહી સિકંદર મારી ફેવરીટ ફિલ્મ છે. શ્વેતાની માતાના રોલમાં પૂજા આ ફિલ્મમાં છે.

 

(10:10 am IST)