Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભૂષણ કુમારની આગામી એક્શન ફિલ્મનો હીરો બનશે શાહિદ કપૂર : ડિસેમ્બરથી શરૂ કરશે શૂટિંગ

મુંબઈ: 'જર્સી'ની રિલીઝની રાહ જોઇ રહેલા શાહિદ કપૂરે હવે બોલિવૂડના નિર્માતા ભૂષણ કુમાર સાથે કામ કરવાની તૈયારી દર્શાવી છે. જો અહેવાલો માનવામાં આવે તો શાહિદને ભૂષણની એક્શન ફિલ્મની વાર્તા ગમી ગઈ છે.  આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને અમર બુટલા કરશે. શાહિદ લાંબા સમયથી અમર સાથે ફિલ્મની ચર્ચા કરી રહ્યો હતો અને હવે તે તેનો ભાગ બનવા સંમત થઈ ગયો છે. અહેવાલમાં જણાવાયું છે કે તે એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે. ફિલ્મના પહેલા શિડ્યુલનું શૂટિંગ ભારતમાં કરવામાં આવશે અને બાકીના શેડ્યૂલનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે.

(5:28 pm IST)