Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૧૨ ઓગસ્ટના થશે શેરશાહનું પ્રીમિયર

આ કારગિલ યુદ્ઘના નાયક કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકવન પર આધારિત અને પ્રેરિત અતિ રોમાંચક વોર ડ્રામા છે

મુંબઇ, તા.૧૫: એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે એમેઝોન ઓરિજિનલ મૂવી શેરશાહના વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી હતી. આ જાહેરાત એમેઝોન પ્રાઇમ વીડિયો અને ધર્મા પ્રોડકશન્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રીમિયર માટે સૌપ્રથમ અને સીમાચિહ્રનરૂપ જોડાણનું પ્રતીક છે. આ કારગિલ યુદ્ઘના નાયક કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકવન પર આધારિત અને પ્રેરિત અતિ રોમાંચક વોર ડ્રામા છે, જેમાં મુખ્ય ભૂમિકા સિદ્ઘાર્થ મલ્હોત્રાએ ભજવી છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો પર મનોરંજનના વિવિધ સ્વરૂપોના આલ્બમની રોમાંચક અને મોટી લાઇબ્રેરીમાં શેરશાહ હિંદી ભાષાની ૯મી ફિલ્મ છે, જે બોલીવૂડ ડાયરેકટ-ટૂ-સર્વિસ ઓફર અંતર્ગત પ્રસ્તુત થશે. અગાઉ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ગુલાબો સિતાબો, શકુંતલા દેવી, છલાંગ, કૂલી નંબર ૧, દુર્ગામતી, હેલ્લો ચાર્લી, શેરનીનું વર્લ્ડ પ્રીમિયર થયું હતું અને આગામી દિવસોમાં અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી તૂફાનનું વર્લ્ડ પ્રીમિયર યોજાશે.

વિષ્ણુ વરધન દ્વારા નિર્દેશિત તથા ધર્મા પ્રોડકશન્સ અને કાશ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા સંયુકતપણે નિર્મિત શેરશાહ ચાલુ વર્ષે બોલીવૂડની સૌથી મોટી વોર ડ્રામા ફિલ્મ બનવા સજ્જ છે અને સ્વતંત્રતા દિવસના વીકેન્ડ તરફ દોરી જનારી ફિલ્મ તરીકે રીલિઝ થશે. ભારત અને દુનિયાના ૨૪૦દ્મક વધારે દેશો અને વિસ્તારોમાં બોલીવૂડના ચાહકો ૧૨ ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જ આ ફિલ્મ માણી શકે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સિદ્ઘાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીએ ભજવી છે તથા શિવ પંડિત, રાજ અર્જુન, પ્રણય પચૌરી, હિમાંશુ અશોક મલ્હોત્રા, નિકિતન ધીર, અંકિતા ગોરાયા, અનિલ ચરણજીત, સાહિલ વૈદ, શતાફ ફિગારા અને પવન ચોપરા સહભૂમિકાઓમાં છે.

શેરશાહ સાહસ, પ્રેમ અને બલિદાનની કથા છે તથા કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકથાથી પ્રેરિત છે. ફિલ્મ વર્ષ ૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્ઘમાં વિક્રમ બત્રાના અદમ્ય સાહસને સમર્પિત છે તથા તેમના અતુલનીય બલિદાન પર ગૌરવગાથા રજૂ કરે છે. ફિલ્મ તેમના કોડનેમ 'શેરશાહ'ને ખરાં અર્થમાં ચરિતાર્થ કરે છે. તેમાં કેપ્ટન બત્રાની સાહસિક લડાઈ અને સર્વોચ્ચ બલિદાને ભારતના વિજયમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

(3:52 pm IST)