Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કરીના કપૂર સામે પોલીસ ફરિયાદ : બુકના ટાઇટલને લઇ ખ્રિસ્તીઓ નારાજ

બુકના ટાઇટલને લઇ ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ

મુંબઇ,તા. ૧૫: અભિનેત્રી કરીના કપુર વિરુદ્ઘ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી છે. એક ખ્રિસ્તી જૂથે અભિનેત્રી કરીના કપૂર દ્વારા લખાયેલા પુસ્તકના શીર્ષક પર વાંધો ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે બુધવારે તેમના અને મહારાષ્ટ્રના બીડ શહેરમાં સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આલ્ફા ઓમેગા ક્રિશ્યિયન મહાસંદ્યના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુસ્તક અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં શિંદેએ કરીના કપૂર અને અદિતિ શાહ ભીમજાની દ્વારા લખાયેલા પુસ્તક 'પ્રેગ્નેન્સી બાઇબલ' ના શીર્ષક પર વાંધો ઉઠાવ્યો છે જે જુગર્નાટ બુકસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે પુસ્તકના શીર્ષકમાં પવિત્ર શબ્દ શ્નબાઇબલશ્ન નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાય છે. શિંદેએ અભિનેત્રી અને અન્ય બે લોકો વિરુદ્ઘ આઈપીસી કલમ ૨૯૫-એ (ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો કરવાથી કોઈ પણ વર્ગની ધાર્મિક અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેના ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના હેતુસર) હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

પોલીસ અધિકારીએ ફરિયાદ પ્રાપ્ત થવાની પુષ્ટિ કરી છે, પરંતુ કહ્યું કે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર સાયનાથ થોમ્બરેએ પીટીઆઈને જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળી છે પરંતુ અહીં (બીડમાં) કોઈ દ્યટના બની ન હોવાથી અહીં કોઈ કેસ નોંધી શકાય નહીં. મેં તેમને મુંબઈમાં ફરિયાદ નોંધાવવા સલાહ આપી છે.

કરિનાએ ૯ જુલાઈએ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું હતું. આફને જણાવી દઈએ કે કરીના કપુરે ફેબ્રુઆરીમાં તેના બીજા પુત્રનો જન્મ આપ્યો હતો.  કરીના કપૂરે તેની આ બુકમાં તેણીએ બંને ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક અને ભાવનાત્મક રીતે જે અનુભવ કર્યો તેનું વર્ણન કર્યુ છે.

(10:09 am IST)