Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આ ખુબ જ દુઃખની વાત છેઃ રિધ્ધી

ટીવી પરદે અનેક સિરીયલોમાં કામ કરી ખ્યાતિ મેળવનારી અભિનેત્રી રિધ્ધી ડોગરા હવે ડિજીટલ પ્લેટફોર્મ પર વધુ કામ કરી રહી છે. કારકિર્દીની શરૂઆત તેણે ૨૦૦૭માં શો ઝૂમે જીયા રે થકી કરી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર રિધ્ધીએ ધ મેરિડ વૂમનથી શરૂઆત કરી છે. આ શોમાં તેના કામના દર્શકોએ ખુબ જ વખાણ કર્યા છે. રિધ્ધીએ કહ્યું હતું કે હું ટીવી અભિનેત્રી હોવાને કારણે મારે અનેક વખત જાકારો સહન કરવો પડ્યો હતો. ટીવી અભિનેત્રીનું લેબલ હોવાથી દરેક માધ્યમ પર રિજેકશન  થયું હતું. આવું એક વખત નહિ અનેક વખત થયું છે. આ ખુબ જ દુઃખની વાત છે. ખુદ ટીવી શો માટે પણ તેને રિજેકશન સહન કર્યુ છે. તેને એવું કહેવાતું કે તે અગાઉના શોમાં ફલાણુ કર્યુ હતું, તું આ નવો શો નહિ કરી શકે! આમ દરેક જ્ગ્યાએ આવું થયું છે. તે કહે છે ટીવી પરદે તક મળે તો હજુ પણ વધુ કામ કરવા તૈયાર છું. ડેઇલી સોપ પણ તે કરશે.

(10:08 am IST)