Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આ ફિલ્મ હસવા મજબૂર કરી દેશે

રોહિત શેટ્ટી કોમેડી-મસાલા-મનોરંજક ફિલ્મો આપવા માટે જાણીતા છે. ગોલમાલ સિરીઝ તેનો પુરાવો છે. એકશન ફિલ્મોનો બેતાજ બાદશાહ ગણાતાં રોહિતે કોમેડીથી પણ દર્શકોને ભરપુર હસાવ્યા છે. તેની આવી જ એક ફિલ્મ સર્કસ છે. જેમાં રણવીરસિંહ, જૈકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે સિવાય બીજા ચોવીસ કલાકારોનો કાફલો છે. આ એવી કોમેડી છે જે દર્શકોને હસવા મજબૂર કરી દેશે તેવો દાવો કરાયો છે. ફિલ્મમાં દિપીકા પાદુકોણ ગેસ્ટ રોલમાં જોવા મળવાની છે. સિધ્ધાર્થ જાદવ, જોની લિવર, અશ્વિની કેલકર, મુરલી શર્મા, વૃજેન્દ્ર કાલા, સંજય મિશ્રા, મુકેશ તિવારી, વૃજેશ હિરજી, ટીકૂ તલસાણીયા સહિતના કલાકારો છે. આ બધા રોહિતની પાછલી કોઇને કોઇ ફિલ્મોમાં કામ કરી ચુકયા છે. અશ્વિની અને મુરલી ગોલમાલ સિરીઝમાં પણ હતાં. આ ફિલ્મનું શુટીંગ પુરૂ થયું છે. ગુલઝારની અંગૂરની રિમેક સર્કસ હોવાનું કહેવાય છે. 

(10:09 am IST)