Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

નવી ફિલ્મનું શુટીંગ શરૂ કર્યુ નુસરતે

નુસરત ભરૂચા અત્યંત ખુશ છે. તેણે તાજેતરમાં એક નવી ફિલ્મનું કામ શરૂ કરી દીધુ છે. એક અનામ ફિલ્મનું શુટીંગ મુંબઇમાં શરૂ થઇ ચુકય છે. નુસરતે સોશિયલ મિડીયા પર એક તસ્વીર મુકીને લખ્યં હતું કે ફરી શુટીંગ પર પાછા. આ તસ્વીરમાં નુસરત સાથે તેની મેકઅપ આર્ટિસ્ટ પણ દેખાય છે. નુસરતની અન્ય એક ફિલ્મ છોરી પણ કતારમાં છે. આ ફિલ્મના ડબિંગનું કામ પણ તેણે શરૂ કરી દીધું છે. છોરી એ હોરર ડ્રામા ફિલ્મ છે. લોકડાઉનને કારણે લાંબો સમય સુધી શુટીંગના સેટ પરથી દૂર રહેલી નુસરત ફરી શુટીંગ શરૂ થવાથી અત્યંત ખુશ છે. નુસરતના હાથ પર અત્યારે અક્ષય કુમાર સાથેની રામસેતુ પણ છે. આ ઉપરાંત હુડદંગ નામની ફિલ્મ છે. નુસરતે અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે અને હમેંશા તેના અભિનયના વખાણ થયા છે. નુસરત ઇન્ડસ્ટ્રી બહારથી આવી હોવા છતાં અહિ નામ અને દામ મેળવવામાં ખુબ સફળ થઇ છે.

(10:08 am IST)