News of Thursday, 15th February 2018

લૈલા મજનૂની પ્રેમ કહાની પર કામ કરશે એકતા કપૂર-ઈમ્તિયાઝ અલી

મુંબઈ:એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી  લૈલા મજનુની અનોખી પ્રેમકથા રૃપેરી પડદે  લાવવાના છે. એકતાએ તાજેતરમાં જ આ ફિલ્મની ઘોષણા ટ્વિટર પર કરી હતી. એકતાએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, લૈલા મજનુની એપિક સ્ટોરીને ઇમ્તિયાઝ અલી સાથે ફરીથી બનાવવા હું ઉત્સાહિત છું. આ એક એવી પ્રેમકથા છે જે કદી મરતી નથી કે જુની થતી નથી. આ ફિલ્મના સ્ટાર કાસ્ટ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લૈલા મજનુ પર ફિલ્મ બની ગઇ છે જેમાં રિશી કપૂર, રંજીતા અને ડેનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

(6:31 pm IST)
  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST