Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જન્મદિવસ વિશેષ: તૈમુર અલી ખન્ના નાના રણધીર કપૂર થયા 71 વર્ષના

મુંબઇ: વીતેલા દાયકાના ટોચના અભિનેતા ફિલ્મ સર્જક ડબ્બુ ઉર્ફે રણધીર કપૂરનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ રણધીર કપૂર... આ કલાકાર આજે ૭૧ વર્ષનો થયો. આજની પેઢીના ટીનેજર્સ માટે કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર તેમના વિશ્વવિખ્યાત અભિનેતા ફિલ્મ સર્જક પિતા રાજ કપૂરના સૌથી મોટા પુત્ર છે. ૧૯૫૫માં પિતા રાજ કપૂરની યાદગાર ફિલ્મ શ્રી ૪૨૦માં અને ત્યારબાદ ૧૯૫૯માં દો ઉસ્તાદ ફિલ્મમાં રણધીરે બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો. જ્યુબિલી કુમારના હુલામણા નામે જાણીતા રાજેન્દ્ર કુમારની હિટ ફિલ્મ ઝુક ગયા આસમાન ફિલ્મમાં રણધીરે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. હીરો તરીકે કારકિર્દી શરૃ કર્યા  બાદ ૧૯૭૨માં એણે સતત ત્રણ હિટ ફિલ્મો આપી હતી- જીત, રામપુર કા લક્ષ્મણ અને જવાની દિવાની. એ પછી પણ રણધીરે પચાસેક ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં પોંગા પંડિત, ચાચા ભતીજા, મામા ભાંજા, બીવી ઓ બીવી, જમાને કો દિખાના હૈ, પુકાર, હાઉસફૂલ, એક્શન રિપ્લે વગેરેનો સમાવેશ થયો હતો. ૧૯૭૧માં એણે પોતાની સિંઘી ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી બબીતા શિવદાસાની સાથે લગ્ન કર્યાં હતાં જેનાથી કરિશ્મા અને કરીના બે પુત્રીઓ જન્મી હતી. બંને અભિનય ક્ષેત્રમાં છે.

(5:21 pm IST)