News of Thursday, 15th February 2018

27 જુલાઈ 2018ના રિલીઝ થશે 'સાહેબ,બીવી ઓર ગેંગસ્ટર-3'

મુંબઈ:સિનિયર અભિનેતા સંજય દત્તને ડૉન તરીકે ફરી એકવાર રજૂ કરતી ફિલ્મ સાહિબ બીવી ઔર ગેંગસ્ટરની ત્રીજી કડીની રિલિઝ ડેટ બુધવારે સોશ્યલ મિડિયા પર જાહેર કરાઇ હતી. અગાઉની બંંને કડી હિટ નીવડી હતી. આ એની ત્રીજી કડી છે. સંજય દત્તે આ કડીનો એક સ્ટીલ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કરતાં ફિલ્મનની રિલિઝ ડેટ જાહેર કરી હતી અને લખ્યું હતું કે સાહિબ બીવી ઔર ગેંગસ્ટર થ્રી જુલાઇની ૨૭મીએ રજૂ થશે.. આ તારીખ નોંધી રાખજો...રાહુલ મિત્રા પ્રોડયુસર છે, તિગ્માંશુ ધૂલિયા ડાયરેક્ટર છે અને રાજુ ચડ્ડા પ્રસ્તુતકર્તા છે... સોશ્યલ મિડિયા પર રજૂ કરાયેલા ફોટોગ્રાફમાં સંજય દત્ત ગન સાથે બેઠેલો દેખાય છે અને ટેબલ પર થોડા શોટ ગ્લાસિસ પડેલા જણાય છે. તિગ્માંશુએ આ ફિલ્મને ક્રીસ્પી, નોટી એન્ડ ટ્વીસ્ટી તરીકે ઓળખાવી હતી. આ ફિલ્મની પહેલી કડીમાં જિમ્મી શેરગીલ,માહી ગીલ અને રણદીપ હૂડા ચમક્યાં હતાં. ૨૦૧૧માં રજૂ થયેલી આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના એક રાજપરિવારની થ્રીલર ટાઇપની સ્ટોરી હતી.

(5:20 pm IST)
  • આધારકાર્ડની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી access_time 4:11 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST