Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ફિલ્મો પોતાનો રસ્તો, દર્શકો જાતે શોધે છેઃ રિતેશ

ફૂકરે રિટર્ન્સની સફળતા પછી નિર્માતા રિતેશ સિધવાની હવે નવી ફિલ્મ 'થ્રી-સ્ટોરીઝ'ને રિલીઝ કરવાની તૈયારીમાં છે. રિતેશે કહ્યું હતું કે ફિલ્મો પોતાનો બિઝનેસ જાતે જ શોધી લે છે. તે મંચ અને દર્શકોને પણ શોધી લાવે છે. તાજેતરમાં રિતેશે કલાકારો રેણુકા સહાણે, પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા સાથે ફિલ્મ થ્રી-સ્ટોરીઝનું ટ્રેલર લોન્ચ કર્યુ હતું. ફૂકરે રિટર્ન્સ જેવી કોમર્શિયલ ફિલ્મ પછી આ ફિલ્મ પસંદ કરવાનું કારણ જણાવતાં રિતેશે કહ્યું હતું કે મારી આ ફિલ્મ ફૂકરે રિટર્ન્સ પહેલા તૈયાર થઇ ગઇ હતી. અમે તેને યોગ્ય સમયે રિલીઝ કરવાની રાહ જોતા હતાં. ફૂકરે રિટર્ન્સ આટલુ સારું પ્રદર્શન કરશે તેવી કોઇએ આશા કરી નહોતી. અમે અગાઉ ૨૦૦૬માં હનીમૂન ટ્રાવેલ્સ નામની ફિલ્મ આપી હતી. ફિલ્મો  પોતાનો રસ્તો જાતે જ શોધે છે. થ્રી સ્ટોરીઝનું નિર્દેશન અર્જુન મુખર્જીએ કર્યુ છે.

(9:35 am IST)
  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST