Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પ્રેમ કરીને લગ્ન કરવા ફરજીયાત નથી: યુલિયા વંતૂર

મુંબઈ: યુલિયા વંતુરે એક મોટુ નિવેદન આપ્યુ છે. યુલિયાને એક ઈન્ટરવ્યુમાં સલમાન અંગે લગ્નનો સવાલ કરાયો તો તેણે જણાવ્યુ કે મને નથી લાગતુ કે કોઈપણ સંબંધ માટે લગ્ન જરુરી છે. જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં હોય છે તો લગ્ન ફરજીયાત નથી. 

 

યુલિયાએ જણાવ્યુ હતું કે, હું પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા માંગુ છું. હું નથી ઇચ્છતી કે મારી ઓળખ માત્ર સલમાન ખાનની ગર્લફ્રેન્ડના રુપમાં થાય. હું રોમાનિયામાં પોતાના દમ પર ઓળખ બનાવી ચુકી છે અને અહીં પણ પોતાની ઓળખ બનાવવા માંગુ છું. યુલિયાએ જણાવ્યુ હતું કે, ઘણા બધા લોકો સલમાન સાથે માર સંબંધો અંગે ખોટા અંદાજા લગાવી રહ્યા છે. મને પોતાને મારા આગળના જીવન અંગે કંઈ વધુ ખબર નથી. 
આપણે પોતાના અંગે બધી યોજના બનાવીએ છીએ, પરંતુ જરુરી નથી તે પુરી થાય. હું સલમાનની ખૂબ ઇજ્જત કરું છું. તેમણે મને ગાવા માટે ખૂબ પ્રેરીત કરી હતી. મહત્વનુ છે કે સલમાન અને યુલિયાના અફેરની ચર્ચા છેલ્લા વર્ષથી ચાલી રહી છે. યુલિયા સલમાનના પરિવાર સાથે અનેક સામાજિક પ્રસંગમાં જોવા મળી છે. જોકે મુદ્દે હજી કોઈએ સ્પષ્ટતા કરી નથી.

(3:40 pm IST)
  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST