Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ઓસ્ટ્રેલિયા ટૂરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની પરિણીતી ચોપડા

મુંબઈ: ઇશકજાદે જેવી ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનયનો જલવો બતાવી ચૂકેલી પરિણીતિ ચોપરાને યુવા દિલોની ધડકન માનવામાં આવે છે. આવામાં સોશિયલ મીડિયા પર શેર થતી તેની તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવે છે. પરિણીતિએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે બિકિનીમાં દેખાય છે. તેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ટૂરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઇ છે. ૨૯ વર્ષીય પરિણીતિએ ઓસ્ટ્રેલિયા ટૂરિઝમ માટે જે ફોટોશૂટ કરાવ્યું હતું તે ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જોવાયા.ફિલ્મી કરિયરની બાબતમાં પરિણીતિની ગાડી એક વાર ચાલી નીકળી છે. તેની ઝોળીમાં એક પછી એક ઘણી ફિલ્મ આવી રહી છે. તેના ફેન્સ માટે મોટા સમાચાર છે કે તે અક્ષયકુમારની સાથે 'કેસરી' ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે ટ્વિટર પર સમાચારને સમર્થન આપ્યું છે. કરણે ટ્વિટર પર પરિણીતિને ટેગ કરતાં કહ્યું કે ફિલ્મ 'કેસરી'ની મુખ્ય અભિનેત્રી પરિણીતિ ચોપરા છે. ફિલ્મ સારાગઢીના યુદ્ધ પર આધારિત છે.અક્ષયે થોડા દિવસ પહેલાં ફિલ્મનો ફર્સ્ટ લુક જારી કર્યો હતો. 

 

લુકમાં અક્ષય શીખના પાત્રમાં છે અને કેસરી રંગની પાઘડી પહેરેલો જોવા મળે છે. તેણે પોતાની એક તસવીર શેર કરતાં અસીમિત ગર્વ અને આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે નવા વર્ષ ૨૦૧૮ની શરૃઆત હું મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને ફિલ્મ 'કેસરી'થી કરી રહ્યો છું. તમારી દુઆઓ અને પ્રેમની હંમેશાં જરૃર રહેશે.

 

(3:42 pm IST)
  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 4:11 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST