News of Wednesday, 14th February 2018

'લવરાત્રી' કપલ આયુષ અને વરીના શીખી રહ્યા છે રાસગરબા

મુંબઇ તા. ૧૪: આયુષ શર્મા અભિનીત ફિલ્મ લવરાત્રીમાં હિરોઇન તરીકે સલમાન ખાને વરીના હુશેનને પસંદ કરી લીધી છે. પોતાના જીજાજી આયુષની આ ફિલ્મ માટે સલમાન ખાન ખાસ રસ લઇ રહ્યો છે. ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારીત આ ફિલ્મમાં રોમાન્ટીક ડ્રામા અને પ્રેમ કહાની છે. આ કહાનીની શરૂઆત નવરાત્રીના પાવન તહેવારથી શરૂ થાય છે. આ કારણે ફિલ્મમાં ગરબા મહત્વનો ભાગ છે. ફિલ્મના બંને કલાકાર આયુષ અને વરીના રાસ ગરબા શીખવા ખાસ તાલિમ લઇ રહ્યા છે.

આયુષે તાજેતરમાં આ ફિલ્મના પ્રશિક્ષણને લગતી તસ્વીર પોસ્ટ કરી હતી. બંને કલાકાર પોતાની પહેલી ફિલ્મ માટે ખાસ મહેનત કરી રહ્યા છે. આયુષ થોડા સમય પહેલા ગુજરાતની મુલાકાતે પણ આવ્યો હતો. નિર્દેશક અભિરાજ મિનવાલા બંને કલાકારો પાસેથી સારામાં સારું કામ લેવા કટીબધ્ધ છે. લવરાત્રી ફિલ્મ અભિરાજની પણ પ્રથમ ફિલ્મ છે. સલમાન ખાન ફિલ્મ્સ બેનર હેઠળ આ ફિલ્મ બની રહી છે.

(12:33 pm IST)
  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST