News of Wednesday, 14th February 2018

સુશાંતના વખાણ કર્યા અભિષેકે

જાણીતા નિર્દેશક અભિષેક કપૂર આગામી ફિલ્મ 'કેદારનાથ'ના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય રોલમાં છે. સારાની આ પહેલી જ ફિલ્મ છે. ડિરેકટર અભિષેકે સુશાંતના ભરપુર વખાણ કરતાં કહ્યું હતું કે   હું જે પ્રકારની ફિલ્મો લખુ છું અને જે પ્રકારના પાત્રો પરદા પર રજૂ કરુ છું તેને નિભાવવા ઘણા મુશ્કેલ હોય છે. જો કે આ મામલે સુશાંતને કોઇ મુશ્કેલી નડી નથી. અમારી વચ્ચે કામ બાબતે ખુબ વાતચીત થતી હતી. એકટર તરીકે તેના મનમાં કોઇપણ સવાલ હોય તે તરત જ મને પુછતો હતો. અભિષેકે કહ્યું હતું કે હું ખુદ શિવજીનો મોટો ભકત છું. કેદારનાથ ફિલ્મમાં લવસ્ટોરી ઉપરાંત ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પુરની કહાની પણ છે. જેમાં કેટલકી દર્દનાક અને અનોખી કહાની હશે.

(9:45 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • આધારકાર્ડની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી access_time 4:11 pm IST