News of Wednesday, 14th February 2018

સની દેઓલની ત્રણ ફિલ્મો મચાવશે ધમાલ

સની દેઓલની પાછલી ફિલ્મ 'પોસ્ટર બોયઝ' બોકસ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નહોતી. જેમાં તેણે નાના ભાઇ બોબી દેઓલની કારકિર્દીને ફરી પાટે ચડાવવા પ્રયાસ કર્યો હતો. ફિલ્મની કોમેડી લોકોને ગમી હતી, પણ જોઇએ તેવી સફળતા મળી નહોતી. હવે આ વર્ષે સની દેઓલ જોરદાર ધમાલ કરવાની તૈયારીમાં છે. તેની આવનારી ફિલ્મો હિટ થવાની ભરપુર સંભાવના છે. આ ફિલ્મોમાં 'યમલા પગલા દિવાના ફિર સે', 'ભૈયાજી સુપરહિટ' અને 'મોહલ્લા અસ્સી'નો સમાવેશ થાય છે. યમલા પગલા દિવાના સિરીઝની પહેલી ફિલ્મ સુપરહિટ રહી હતી, બીજી ફલોપ હતી. છતાં ત્રીજી ફિલ્મ બનાવાઇ છે. જેનું નિર્દેશન નવનિતસિંહે કર્યુ છે. ત્રણેય પિતા-પુત્ર સાથે કાજલ અગ્રવાલ અને કૃતિ ખરબંદા પણ છે. સની ફરીથી કોમેડી કરતો દેખાશે. ભૈયાજી સુપરહિટમાં સની યુપીનો ગેંગસ્ટર બન્યો છે. નિરજ પાઠક આ ફિલ્મના નિર્દેશક છે. અમિષા પટેલ, પ્રિટી ઝીન્ટા, અરશદ વારસી, શ્રેયશ તલપડે સહિતના કલાકારો છે. ખાસ વાત એ છકે સનીનો ડબલ રોલ છે. મોહલ્લા અસ્સી બનારસની કહાની પર આધારીત છે.

(9:44 am IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST