Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પત્નીથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું છું : આયુષ્યમાન ખુરાના

કોરોના કાળમાં દિવાળીની સલામત ઉજવણી : અભિનેતાએ તેના ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી

મુંબઈ, તા.૧૪ : આયુષ્માન ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા પત્ની તાહિરા કશ્યપે સાથેની તસવીર શેર કરી છે. બ્લેક અટાયરમાં આયુષ્માન હેન્ડસમ લાગી રહ્યો છે જ્યારે તાહિરાએ ગ્રે ડ્રેસ પહેર્યો છે. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મારી સગી પત્નીથી આજકાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રહ્યો છું. શું દિવસો છે ? અમારા તરફથી નાની દિવાળી મુબારક તો તાહિરા કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર દીકરી અને દીકરા સાથે રંગોળી બનાવી રહી હોય તેવી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ત્રણેય અલગ-અલગ રંગોળી બનાવી રહ્યા છે. તસવીરની સાથે તાહિરાએ લખ્યું છે કે, આજે ટીમ રંગોળી પર કામ કરી રહી છે. તમારી પણ અમારી સાથે શેર કરજો. જણાવી દઈએ કે, લોકડાઉન ખુલ્યુ ત્યારથી ખુરાના પરિવાર ચંડીગઢમાં છે. આયુષ્માન અને તાહિરા બંને પ્રોફેશનલ ડ્યૂટીના કારણે ત્યાં ગયા છે, તો બાળકો પણ તેમની સાથે છે. કપલે થોડા દિવસ પહેલા વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તે સમયે તાહિરે પતિ સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, તે રીતે મને ઉંચકે છે. બટાકાનો કોથળો ઉપાડતો હોય તેમ. પરંતુ પ્રેમ છે જે મને ગમે છે. કદાચ બાળકની જેમ ઊંચકીને તારા ખોળામાં આવવું (આપણી સુહાગરાતની નિષ્ફળ ક્ષણ) તેના કરતાં રીત સારી છે. આવા વધુ કૌશલ્ય અને રાઈડ્સ થતી રહે. હેપી એનિવર્સરી. તો એનિવર્સરી પર આયુષ્માને લખ્યું હતું કે, સંગાથના ૧૨૫ વર્ષ ઉજવી રહ્યા છે. કદાચ તેનાથી પણ વધારે. કારણકે મને ખબર છે કે હું તને સદીઓ અને અતિપ્રાચીનકાળથી ઓળખું છું. બોન્ડ માત્ર જીવન સુધી મર્યાદિત ના હોઈ શકે. તું મારી સાથી, પ્રેમિકા, અંગત સ્ટેન્ડ અપ કોમેડિયન, લાઈફ કોચ અને બધાથી ઉપર બેસ્ટ ફ્રેન્ડ છે. હું તારી સાથે ઘરડો થવા માગુ છું. મને ખબર છે કે ખૂબ મજેદાર હશે. હેપી એનિવર્સરી તાહિરા. થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં તાહિરાએ કહ્યું હતું કે, આયુષ્માને કામ શરુ કર્યું છે. થોડા મહિનાઓ પહેલા તેણે ચંડીગઢમાં એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. પીપીઈ  કિટ અને માસ્કના કારણે શૂટિંગ કરવું કેટલું અઘરું છે તે મારા ધ્યાનમાં આવ્યું. તેના કારણે ગભરામણ જેવું થાય છે. પરંતુ હાલના સમયમાં રીતે કામ થઈ શકે તેમ છે. કલાકારો માટે સૌથી અઘરુ છે. કારણ કે તેઓ શૂટિંગ દરમિયાન માસ્ક પહેરી શકતા નથી. તેથી હાલ કામ માટે મુંબઈ ટ્રાવેલિંગ કરવું મારા માટે શક્ય નથી. હું જ્યાં છું ત્યાંથી કન્ટેન્ટ બનાવવા માગું છું. કારણ કે મારા માટે અહીંયા આઈસોલેટ થવું વધારે સરળ છે'.

(8:22 pm IST)