Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વધુ એક મોટી ફિલ્મમાં તાપસી

તાપસી પન્નુએ બોલીવૂડમાં સ્થાન બનાવ્યા પછી તેને એક પછી એક મોટી ફિલ્મો મળતી જ રહે છે. પોતાની અભિનય ક્ષમતા થકી તે અહિ સફળતાની સીડી ચઢી રહી છે. હવે તાપસી બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન નિર્મીત એક ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મમાં તેની જોડી કાર્તિક આર્યન સાથે બનશે. હીરો તરીકે શાહરૂખની છેલ્લી ફિલ્મ ઝીરો અસફળ નિવડતાં હાલમાં તે બીજા પ્રોજેકટ નિહાળી રહ્યો છે. તો સાથો સાથ ફિલ્મ નિર્માતા તરીકે પણ કામ કરી રહ્યો છે. તેના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા તાજેતરમાં ધ કલાસ ઓફ ૮૩ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જે દર્શકોને ગમી છે.

શાહરૂખ નિર્મીત અન્ય એક ફિલ્મ માટે કાર્તિક આર્યનને ઓફર મળતાં જ તેણે હા કહી દીધી હતી. હિરોઇન તરીકે તાપસીને લેવામાં આવી છે. તે અગાઉ શાહરૂખના બેનરની ફિલ્મ બદલા પણ કરી ચુકી છે. જેમાં તેણે અમિતાભ બચ્ચન સાથે મુખ્ય રોલ નિભાવ્યો હતો. તાપસી-આર્યનની ફિલ્મનું નિર્દેશન અજય બહેલ સંભાળશે.

(9:53 am IST)