Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

નવાઝુદ્દીન સિદ્દીકી કંગના રનૌતની ફિલ્મમાં મળશે જોવા

મુંબઈ: બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌત તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી, જેનું નામ તેણે 'ટીકુ વેડ્સ શેરુ' રાખ્યું હતું. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. હવે કંગનાની આ ફિલ્મમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનો પ્રવેશ થયો છે. ખુદ કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ માહિતી આપી છે. ઈન્સ્ટાગ્રામ પર નવાઝને તેની તસવીર સાથે આવકારીને કંગનાએ લખ્યું - ટીમમાં આપનું સ્વાગત છે સર. વેડ્સ શેરુની કાસ્ટમાં જોડાયા છે. અમને આપનો સિંહ હોવાનો ગર્વ છે.

(5:40 pm IST)