News of Wednesday, 14th February 2018

ટચુકડા પર્દે ફરી બધાને હસાવશે કપિલ શર્મા

મુંબઇ: કપિલ શર્મા ફરી પોતાના નવા શો સાથે ટચૂકડા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. કોમેડિયને જોકે શોમાં સુનિલ ગ્રોવર હશે કે નહીં તેનો કોઇ ફોડ  પાડયો નથી.'' મે એવું પહેલા સાંભળ્યું હતું કે લોકપ્રિય થવાના નુકસાન પણ ભોગવવા પડે છે. તે વાત મને હવે સમજાણી છે. મારે કોઇ વાતને દિલ પર લેવી જોઇએ અને દરેકે પોતાના કામ પર ધ્યાન આપવું જોઇએ.મારો નવો શો ફેમિલી બીથ કપિલ શર્મા હશે, જેમાં અલગ-અલગ શહેરોમાંથી આવેલા લોકો ભાગ લઇ શકશે. વખતે મેં મારા શોના ફોર્મેટમાં થોડો બદલાવ કર્યો છે, તેમ કપિલે એક ઇન્ટરવ્યુ તેમજ ફેસબુક પર જણાવ્યું હતું.જોકે કપિલે એવી વાત કરી હતી કે મારા શોમાં મારી જુની ટીમ હશે,જોકે તેણે સુનિલ ગ્રોવરનું નામ ક્યાંય કોઇ રીતે લેતાં રહસ્ય રાખ્યું છે. એક ચર્ચા એવી પણ છે કે સુનિલ શોનો હિસ્સો નહીં હોય.

(3:39 pm IST)
  • પરેશ રાવલને લોકોએ તતડાવ્યાઃ ૪ વર્ષે દેખાયાઃ ચૂંટણી આવી એટલે પાછા મળવા આવ્યા access_time 4:11 pm IST

  • અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજન્સી NSAના મેરીલેન્ડ સ્થિત હેડકવાર્ટરના ગેઇટ પાસે એક કાળા કલરની SUV ગાડી માંથી થયું અંધાધુંધ ફાયરીંગ : 3 લોકો થયા ઘાયલ : પોલીસે 1 શકમંદને દબોચ્યો : સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક : વિસ્તારમાં પોલીસ દ્વારા કરાઈ નાકાબંદી access_time 8:28 pm IST

  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબ્રુઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૂ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 9:38 am IST