Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બાલિકા વધૂ ફેઇમ માલિનીએ આપ્યો પુત્રને જન્મ

બાલિકા વધૂ ટીવી શોમાં કામ કરીને ઓળખ ઉભી કરનાર અભિનેત્રી માલિની કપૂર તાજેતરમાં મા બની છે. તેણે પહેલા બાળકને જન્મ આપ્યો છે. માલિનીએ દિકરાને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલા જ દિયા ઓર બાતી ફેઇમ દિપીકા સિંહ તેમજ શ્વેતા તિવારી અને સોૈમ્યા સેઠ પણ મા બની હતી.

માલિની કપૂરે ૨૦૧૪માં અજય શર્મા સાથે લગ્ન કર્યા હતાં. તેણે યારો કા ટશન, સાથિયા, કુમકુમ સહિતની સિરીયલોમાં કામ કર્યુ છે. પરંતુ તેને બાલિકા વધૂ શો થકી ઘર-ઘરમાં નામના મળી હતી.

માલિની અને અજયની મુલાકાત ટીવી શો લવ યુ જિંદગીના સેટ પર થઇ હતી.

(9:35 am IST)