Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જાન્યુઆરીમાં ડરાવશે ઝરીન ખાનની '૧૯૨૧'

ડરામણી ફિલ્મો આપવા માટે વિક્રમ ભટ્ટ જાણીતા છે. તેણે વધુ એક હોરર ફિલ્મ બનાવી છે જેનું નામ '૧૯૨૧' રખાયું છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે.   અગાઉ વિક્રમે ૧૯૨૦ નામની હોરર ફિલ્મ બનાવી હતી. હવે પછીની ફિલ્મમાં ઝરીન ખાન અને કરણ કુંદ્રા મુખ્ય ભૂમિકામાં છે.  વિક્રમે ૨૦૧૨માં ૧૯૨૦-એવિલ રિટર્ન્સ બનાવી હતી. એ પછી ૨૦૧૬માં ૧૯૨૦-લંડન બનાવી હતી. હવે ૧૯૨૧ નામની ફિલ્મ બનાવી છે. વિક્રમની આ હોરર ફિલ્મ ૧૨મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. એ જ દિવસે અનુરાગ કશ્યપની મુક્કાબાજ અને સૈફ અલી ખાનની કાલાકાંડી પણ રિલીઝ થવાની છે. રાઝ, રાઝ રીબૂટ, હોન્ટેડ થ્રીડી સહિતની ફિલ્મો આપી ચુકેલા વિક્રમની આ નવી ફિલ્મનું ટ્રેલર ખુબ ડરામણું છે.

(4:32 pm IST)