Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

હું સકારાત્મક બાબતો ને જ અપનાવુ છું: વરૂણ

સુપરહિટ ફિલ્મો આપનારા ડેવિડ ધવનનો પુત્ર વરૂણ ધવન હવે બોલીવૂડમાં પોતાની નામના બનાવી ચુકયો છે. તેની ફિલ્મો સતત હિટ જઇ રહી છે અને હવે વરૂણે પોતાની ફી પણ વધારી દીધી છે. જુડવા-૨એ બોકસ ઓફિસ પર ભારે સફળતા મેળવી હતી. આ કારણે વરૂણનું આગામી વર્ષ પણ અનેક નવી ફિલ્મોથી ભરપુર બની ગયું છે. જો કે કરોડો કમાતાં વરૂણને હજુ પણ પૈસા માટે તેના મોટાભાઇ પર આધાર રાખવો પડે છે! વરૂણ કહે છે ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં કોઇના વિરૂધ્ધ તમે જાવ પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. જો કે મારી સાથે આવી કોઇ ઘટના બની નથી. હું અહિ માત્ર સકારાત્મક બાબતોને જ અપનાવુ છું. હું હવે મારી રીતે ખર્ચ કરી શકુ છું. પરંતુ અમુક ચીજો માટે ખર્ચવા પડતાં પૈસા હું મોટા ભાઇ રોહિત પાસેથી લઉ છું. તે મને હમેંશા પૈસા આપે છે.

(8:47 am IST)