Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

આયેશા ઝુલ્કા કરશે રૂપેરી પરદે કમબેક

અક્ષય કુમારથી લઇને આમિર ખાન સુધીના સુપરસ્ટાર સાથે ફિલ્મ કરી ચુકેલી અભિનેત્રી આયેશા ઝુલ્કા એ વખતે હમેંશા મુખ્ય રોલમાં રહેતી હતી. પણ બાદમાં તે અચાનક જ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ હતી. હવે તે ફરીથી રૂપેરી પરદે આગમન કરવાની છે. ગદ્દર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનાર નિર્દેશક અનિલ શર્મા તેની આગામી ફિલ્મમાં આયેશા ઝુલ્કાને ખાસ રોલ આપવાના છે. ફિલ્મમાં તે મુખ્ય હીરોઇનની માતાનો રોલ નિભાવશે તેવી શકયતા છે. આયેશાએ કહ્યું હતું કે હું હવે ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતી નથી પણ અનિલ શર્માએ મને ઓફર આપતાં મેં સ્વીકારી હતી. આ પાત્ર આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર વિચાર ધરાવતી મહિલાનું છે. જે દિકરીની મા હોવા ઉપરાંત તેની દોસ્ત પણ બની છે.

 

(8:46 am IST)