Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ચિત્રાંગદા સિંહ પણ બની રહી છે ફિલ્મ નિર્માત્રી

બોલીવૂડમાં અભિનેતા અને અભિનેત્રીઓ ફિલ્મમાં કામ કરવા ઉપરાંત હવે પોતે જ ફિલ્મનું નિર્માણ કરે છે. આવા અનેક કલાકારોમાં હવે અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું નામ પણ સામેલ થઇ ગયું છે. અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, દિયા મિરઝા સહિતની અભિનેત્રીઓ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે  પણ કામ કરી રહી છે. હવે 'સુરમા' નામની એક ફિલ્મ બની રહી છે. જે પૂર્વ ભારતીય હોકી કેપ્ટન સંદિપસિંહની જિંદગી પરની ફિલ્મ છે. જેમાં દિલજીત દોસાંજ અને તાપસી પન્નુ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મનું નિર્માણ ચિત્રાંગદા સિંહ કરી રહી છે. અગાઉ અનુષ્કા અને પ્રિયંકાએ નિર્માત્રી બનીને મોટો પગલુ માંડ્યું હતું. હવે ચિત્રાંગદા પણ આ તરફ આગળ વધી છે.

(4:58 pm IST)