Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમિતાભ બચ્ચને શેયર કરી થ્રોબેક તસ્વીર: ચાહકોને પાઠવી દિવાળીની શુભકામના

મુંબઈ: દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળી આ વર્ષે 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના આગલા દિવસે ધનતેરસના પર  આ ખાસ પ્રસંગે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની કેટલીક જૂની યાદોને તાજી કરતાં એક થ્રોબેક પિક્ચર શેર કર્યું છે. આ તસવીરમાં અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન પણ જોવા મળી રહી છે. તસવીરમાં બંને સ્પાર્કલર સળગતા નજરે પડે છે. આ તસવીર શેર કરીને અમિતાભ બચ્ચને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચને તસવીર શેર કરી અને લખ્યું- 'હેપ્પી દીપાવલી! આનંદ શાંતિ સમૃદ્ધિ અને અપાર સ્નેહ. ' અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  ચાહકો પણ તેની આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર સક્રિય એવા અમિતાભ બચ્ચન આજકાલ 'કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન બોલિવૂડમાં લગભગ પાંચ દાયકાથી સક્રિય છે.

(5:32 pm IST)