Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

યશને રોકીભાઇના રૂપમાં ફરીથી જોવા ચાહકો અધીરા

બે વર્ષ પહેલા ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ સોૈથી લોકપ્રિય ફિલ્મોમાં સામેલ થઇ હતી. રોકીનું પાત્ર ભજવનારા સુપરસ્ટાર યશે દેશભરમાં તહેલકો મચાવ્યો હતો. આ ફિલ્મનો બીજો ભાગ પણ રિલીઝ થવાનો છે. કોરોનાને કારણે અટકી ગયેલુ શુટીંગ સુપરસ્ટાર યશે ફરીથી ચાલુ કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી યશ સેટ પર જઇ ફરીથી શુટીંગમાં ભાગ લેવા માટે ખુબ મહેનત કરી રહ્યો હતો. અભિનેતાએ ફરીથી શુટીંગ શરૂ કરી દીધું છે તેની ખાત્રી આપતી તસ્વીર પોતાના ચાહકો માટે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છે. કેજીએફ-૨ આ વર્ષની બહુ રાહ જોવાઇ રહેલી ફિલ્મો પૈકીની એક છે. યશને તેના ચાહકો ફરીથી રોકીભાઇના રૂપમાં જોવા આતુર છે. આ વખતે બીજા ભાગમાં સંજય દત્ત પણ અધીરાના રોલમાં જોવા મળવાનો હોઇ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુકતા વધી ગઇ છે.

(9:54 am IST)