Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ક્રુરતા દેખાડવા એવું કરવું પડ્યું: સમીર

અભિનેતા સમીર સોની તાજેતરમાં એમએકસ પ્લેયર પર આવેલી સિરીઝ કાર્ટેલમાં જબરદસ્ત રોલમાં જોવા મળ્યો છે. જેમાં તેણે નેગેટીવ અને ખુંખાર પાત્ર ભજવ્યું છે. એક દ્રશ્યમાં સમીર જીવતુ ઓકટોપસ ખાઇ રહ્યો હોય તેવું દેખાડાયું છે. સમીર કાર્ટેલમાં બિઝનેસમેન દોરાબજીના રોલમાં છે. દોરાબજી ખૂબ નિર્દયી, ચાલાક અને છળકપટ કરનારો હોય છે. પોતાની ક્રૂરતાને સાબિત કરવા માટે તેને લાઇવ ઑકટોપસ ખાવાનો સીન કરવાનો હતો. એ સીનનો અનુભવ જણાવતાં સમીરે કહ્યું હતું કે 'મને સી-ફૂડથી નફરત છે અને મારે લાઇવ ઓકટોપસ ખાવાનો હતો. જોકે દોરાબજીના પાત્રની નિષ્ઠુરતા, ક્રૂરતા અને તેની અંદરના વિલનને દેખાડવા માટે આ સીન કરવો જરૂરી હતો. એથી અમે ઓકટોપસની આજુબાજુ ચિકનના નાના-નાના ટુકડાઓ રાખી દીધા હતા. શૂટિંગ દરમ્યાન મારે એ જ ઉપાડવાના હતા. ઓકટોપસવાળો એ સીન ખૂબ સૂગ ચડે એવો હતો. આ અગાઉ મેં કદી પણ એવો સીન નહોતો કર્યો. પણ એ સિન અગત્યનો હતો.

(10:10 am IST)