Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશ્‍યલ મીડિયામાં માત્ર સ્‍કર્ટ પહેરી ટોપલેસ વીડિયો શેર કરતા ફેન્‍સ બેકાબુ બન્‍યા

ઉર્ફીએ લુક આપવા સ્‍કર્ટને દોરીથી શરીરને બાંધી રાખ્‍યુઃ વાળને બાંધી રાખી હાઇ હિલ્‍સ પહેર્યા

મુંબઇઃ મનમોહક અભિનેત્રી ઉર્ફી જાવેદે કપડાના નામ પર માત્ર સ્‍કર્ટ પહેરી ટોપલેસ સીનમાં સોશ્‍યલ મીડિયામાં વીડિયો શેર કરતા ફેન્‍સના દિલની ધડકન વધી ગઇ છે. હાલ આ વીડિયો ચર્ચામાં છે. ઉર્ફીએ દોરીથી શરીરને બાંધી રાખ્‍યુ છે. વાળ પણ બાંધી રાખીને હાઇ હિલ્‍સમાં લુક આપતા ફેન્‍સમાં હડકંપ મચી ગઇ છે.

જ્યારે પણ વાત બોલ્ડનેસની આવે છે તો ઉર્ફી જાવેદનું નામ સૌથી પહેલા લોકોના મોઢા પર આવે છે. દર વખતે એક્ટ્રેસ પોતાના શરીર પર એવા-એવા કપડા પહેરી લે છે કે તેની ડ્રેસિંગ સેન્સને જોઇ લોકોનું માથું ચક્કર ખાઈ જાય છે. આ વખતે પણ ઉર્ફીએ રક્ષાબંધન પર એવા કપડા પહેરી સામે આવી કે તેને જોઇ ફેન્સ બેકાબુ થઈ ગયા છે. ખાત વાત એ છે કે આ વીડિયોમાં એક્ટ્રેસ ટોપલેસ છે અને નીચે સ્કર્ટ પહેરી રાખ્યું છે. એટલું જ નહીં એક્ટ્રેસે દોરીથી શરીરને બાંધી રાખ્યું છે. ઉર્ફી જાવેદનો આ લેટેસ્ટ લૂક ખુબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કપડાના નામ પર પહેર્યું માત્ર સ્કર્ટ

આ વીડિયોમાં એક્ટ્રેસ ગ્રીન કલરનો માત્ર સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. ખાત વાત એ છે કે, એક્ટ્રેસે આ સ્કર્ટની દોરીઓ શરીર પર લપેટી રાખી છે. એટલું જ નહીં ઉર્ફીએ આ સ્કર્ટ ટોપલેસ થઈને પહેર્યું છે.

ટોપલેસ થઈ એક્ટ્રેસ

ઉર્ફી જાવેદ આ વીડિયોમાં ટોપલેસ જોવા મળી રહી છે. જોકે, એક્ટ્રેસને પોતાના શરીરને ઉપરથી ઢાંકવા માટે કપડને ઘણી જગ્યાએ આગળની બાજુએ ચોંટાડ્યું છે. એટલું જ નહીં એક્ટ્રેસે દોરીથી શરીરને બાંધી રાખ્યું છે. પોતાના લૂકને પૂરો કરવા માટે ઉર્ફીએ વાળને બાંધી રાખ્યા છે અને હાઈ હીલ્સ પહેર્યા છે. ઉર્ફી આ ડ્રેસને પહેરી ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે કે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બિકિની પહેરી પહોંચી પબ્લિક પ્લેસમાં

આ પહેલા ઉર્ફી પીળા રંગની બિકિની પહેરી વોક કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં એક્ટ્રેસ પીળા કલરની બિકિની પહેરી કેમેરા સામે એકથી એક કિલર અદાઓ દેખાડી રહી હતી. તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ આ પ્રકારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વીડિયોઝમાં એક્ટ્રેસ એટલી વધારે બોલ્ડ ડ્રેઝ પહેરે છે કે તેના કપડા જોઈ લોકોના હોશ ઉડી જાય છે.

Instagram Link: https://www.instagram.com/reel/ChKA3nYlkPo/?utm_source=ig_embed&ig_rid=9a1ded8c-51b4-4716-926c-c57640346bf2

(6:14 pm IST)