Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ 'ડોક્ટર જી'ના શૂટિંગ માટે ભોપાલ પહોંચ્યો

મુંબઈ: આયુષ્માનના ચાહકો તેની આગામી ફિલ્મની રજૂઆતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેની છેલ્લી ફિલ્મ 'ગુલાબો સીતાબો' હતી જેને રિલીઝ થયાને એક વર્ષ થઈ ગયું છે. આયુષ્માન હાલમાં તેની આગામી ફિલ્મ 'ડોક્ટર જી'ના શૂટિંગ માટે ભોપાલમાં છે. તેની ઇન્સ્ટા સ્ટોરી પરથી આયુષ્માને તેના ચાહકોને કહ્યું કે તે તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે સરોવરોના શહેર ભોપાલ પહોંચ્યો છે. અહીંના હોટલ સ્ટાફે તેમનું ખૂબ જ સ્વાગત કર્યું હતું. ફિલ્મ ડોક્ટર જી મેડિકલ કેમ્પસમાં સેટ ફિલ્મ છે જે પ્રેક્ષકોને ખાસ સંદેશ આપશે. ફિલ્મમાં આયુષ્માન ડોક્ટર ઉદયની ભૂમિકામાં જોવા મળશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે તે તેની કારકિર્દીમાં ડોક્ટરની ભૂમિકા નિભાવતો જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત સિંહ જોવા મળશે, જે ડો. ફાતિમાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપની બહેન અનુભૂતિ કશ્યપ કરી રહ્યા છે અને જંગલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સુમિત સક્સેના, વિશાલ વાળા અને સૌરભ ભટ્ટે લખી છે.

(6:09 pm IST)