Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સંઘર્ષ જરૂરી હોય છેઃ દિગંગના સૂર્યવંશી

ટીવી પરદાની અભિનેત્રી દિગંગના સૂર્યવંશીએ ફિલ્‍મોમાં પણ કદમ માંડી દીધા છે. માત્ર સાત વર્ષની ઉમરે તેણે ક્‍યા હાદસા ક્‍યા હકિકત નામના શોથી કારકિર્દી શરૂ કરી હતી. યુવાનીમાં પહોંચતા જ તેણે કુબૂલ હૈ, રૂક જાના નહિ, એક વીર કી અરદાસ-વીરા જેવી સિરીયલો કરી હતી. જો કે વીરા પછી તે સાતેક વર્ષથી ટીવી પરદે પાછી આવી નથી. તે કહે છે મેં ઇરાદા પુર્વક ટીવી પરદાથી દૂર રહેવાનું નક્કી કર્યુ હતું. કોઇપણ શો ખુબ લાંબા સમય સુધી ચાલતાં હોય છે એ ધ્‍યાને રાખી મેં આ નિર્ણય કર્યો હતો. હું સતત ટીવી શો સાથે હોઉ તો ફિલ્‍મ કે વેબ શોમાં કામ ન કરી શકું, તેથી મેં કોઇ નવી સિરીયલો હાથ પર લીધી નહોતી. દિગંગનાએ રંગીલા રાજા જેવી ફિલ્‍મ અને કેટલીક વેબ સિરીઝ કરી છે. તે કહે છે હું હજુ સંઘર્ષ કરી રહી છું. વિવિધ રોલ મેળવવા માટે સંઘર્ષ જરૂરી જ હોય છે. આ વાત મને એકલીને લાગુ નથી પડતી. કલાકારો આજીવન સંઘર્ષ કરતાં જ રહેતાં હોય છે. તો જ અહિ વર્ષો સુધી ટકી શકાય છે.

(10:21 am IST)