Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

નવી લવસ્ટોરીમાં અક્ષિતા મુદ્દગલ ઇશ્કીના રોલમાં

સોની ટીવી પર એક નવા જમાનાની લવસ્ટોરી આવી છે. આ કહાની અહાન અને ઇશ્કી પર કેન્દ્રીત છે. બંનેની વિચારસરણીમાં જમીન-આસમાનનો ફરક છે. શોમાં ઇશ્કીનો રોલ અક્ષિતા મુદ્દગલ નિભાવી રહી છે. તે ઉત્તર પ્રદેશના આગ્રાની વતની છે. અક્ષિતાને નોર્થ ઇન્ડિયન ફૂડમાં સોૈથી વધુ કંઇ ભાવતું હોય તો એ ચટપટી ચાટ છે. હાલમાં મુંબઇમાં તે રહેતી હોવાથી તેને આ ચાટની યાદ આવે છે. અક્ષિતા કહે છે હું ખાવાની ખુબ શોખીન છું. હું અનેક પ્રકારના પકવાન ખાવાથી ટેવાયેલી છું. મુગલાઇ અને બીજા વ્યંજનો ઉપરાંત સ્ટ્રીટ ફૂડ પણ મારો શોખ છે. જો કે મુંબઇમાં મને દિલ્હી ચાટની યાદ ખુબ આવે છે. આ મારા માટેનો એકદમ સાદો ખોરાક મને લાગ છે. અક્ષિતાના પિતા બેંક મેનેજર છે. અક્ષિતાએ ૨૦૧૨માં ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર સિઝન-૨માં ભાગ લીધો હતો. એ પછી ત્રણ વર્ષ બાદ કન્નડ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ઇમરાન હાસમી સાથે મિસ્ટર એકસ પણ તેણે કરી હતી. ટીવી પરદે ક્રાઇમ પેટ્રોલના પચાસ એપિસોડ તે કરી ચુકી છે.

(10:18 am IST)