Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

'નાગિન' અભિનેત્રી અનિતા હસનંદનીએ જાહેર કરી માં બનાવી ખુશી

મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી અનિતા હસનંદનીએ  તેના સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે ગર્ભવતી છે. અભિનેત્રી અને તેના પતિ ઉદ્યોગપતિ રોહિત રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરીને આ માહિતી આપી હતી. વિડિઓ ક્લિપમાં દંપતીની લવ સ્ટોરી, સગાઈ અને લગ્નની સફર બતાવવામાં આવી છે. રોહિત અનિતાના બેબી બમ્પને કિસ કરતી જોવા મળી રહ્યો છે. પોસ્ટમાં કેપ્શન આપવામાં આવ્યું છે, "લવ યુ." પોસ્ટ પર પ્રતિક્રિયા આપવા માટે અભિનેતા કરણવીરસિંહ બોહરાએ લખ્યું, "વાહ વાહ, ખૂબ ખૂબ અભિનંદન."

(5:10 pm IST)