Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

20 ઓગસ્ટે રિલીઝ થશે રોઝી ધ સેફ્રોન ચેપ્ટરનું ટ્રેલર : પલક તિવારી કરશે બોલીવુડમાં ડેબ્યુ

મુંબઈ: પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. પલક રોઝી ધ સેફ્રોન ચેપ્ટરથી ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં પલક તિવારી ઉપરાંત અરબાઝ ખાન, શિવિન નારંગ અને તનિષા મુખર્જી મહત્વની ભૂમિકામાં છે. નિર્માતાઓએ અત્યાર સુધી ફિલ્મમાંથી પલક, અરબાઝ અને તનિષાનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે અને ટૂંક સમયમાં ટ્રેલર લોન્ચ કરશે. ફિલ્મનું ટ્રેલર 20 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. ટ્રેકરની રજૂઆતની તારીખ પલકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી હતી. રોઝી ધ સેફ્રોન ચેપ્ટરમાંથી તનિષા મુખર્જીનો ફર્સ્ટ લુક જાહેર કરતા, તેણે કેપ્શનમાં લખ્યું, "રોઝી ધ સેફ્રોન ચેપ્ટરમાંથી તનિષા મુખર્જીનો ફર્સ્ટ લૂક શેર કરવામાં ખૂબ આનંદ થયો. 20 ઓગસ્ટના રોજ ટ્રેલર રિલીઝ થશે

(5:24 pm IST)