Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સૈફ અલી ખાન અને અમૃતાસિંહની પુત્રી સારા અલી ખાનનો આજે જન્‍મદિનઃ સોશ્‍યલ મીડિયા કે સ્‍ક્રીન ઉપર વારંવાર જોવા મળે છે બોલ્‍ડ અંદાજમાં

સુંદરતાની સાથોસાથ બેબાક અને બિંદાસ લાઇફસ્‍ટાઇલ માટે પણ જાણીતી

મુંબઇઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી અભિનેત્રી સારા અલી ખાન આજે પોતાનો 25મો જન્મદિવસ મનાવી રહી છે. 12 ઓગસ્ટ 1995માં જન્મેલી સારાએ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાની એક ઇમેજ બનાવી લીધી છે. સારાના જન્મદિવસ પર જુઓ તેની અત્યાર સુધીની દમદાર તસવીરો..  

સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995માં થયો હતો. તે આજે 26 વર્ષની થઈ ચુકી છે. સારા અલી ખાન જ્યારે પણ વેકેશન પર જાય છે તો ત્યાંથી તે પોતાના ફેન્સને બોલ્ડ ફોટોશૂટની ભેટ આપે છે.  જ્યારે પણ સારા સોશિયલ મીડિયા કે સ્ક્રીન પર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે, ત્યારે ફેન્સ તેના પર ખુબ પ્રેમ વરસાવે છે. થોડા સમય પહેલા સારા માલદીપમાં ફરવા ગઈ હતી, હજુ પણ સારા પોતાની પિકનિકની તસવીરો શેર કરતી રહે છે.સારા પોતાની સુંદરતાની સાથે બેબાક અને બિંદાસ લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતી છે. મહત્વનું છે કે આ દિવસોમાં સારા પોતાની આવનારી ફિલ્મ 'અતરંગી રે'માં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે ધનુષ અને અક્ષય કુમાર જોવા મળશે.

(5:02 pm IST)