Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ટીવી પરદે નવ બાળકોની માતા બનતી કામના પાઠક અસલી જિંદગીમાં છે સ્ટાઇલીશ

જેટલા કોમેડી શો દર્શકોમાં લોકપ્રિય છે તેમાં સીરિયલ હપ્પૂ કી ઉલ્ટન પલટન પણ જાણીતો છે. આ શોના પાત્રોના પણ અલગ જ ચાહકો છે. હપ્પૂના પાત્રમાં જોવા મળતા યોગેશ ત્રિપાઠી સાથે તેની માતનો રોલ નિભાવી રહેલી હિમાની શીવપૂરી અને તેની પત્નિનો રોલ ભજવતી કામના પાઠક પણ દર્શકોમાં ખુબ જાણીતા છે. સિરીયલમાં ૯ બાળકોની માતાનો રોલ ભજવી રહેલી કામના અસલી જિંદગીમાં ખુબ જ સ્ટાઇલીશ છે. મધ્યપ્રદેશના ઇન્દોરની કામના અસલી જિંદગીમાં કુંવારી છે.  તેણે તેનાં અભિનયની શરૂઆત થિએટરથી કરી હતી. કામનાએ ઘણાં નાટકોમાં રોલ ભજવ્યા છે. જેમાં કાબુલીવાલા, મોટેરામ કા સત્યાગ્રહ, ઁઆખિરી શમા સહિતના સામેલ છે. ટીવી સિરીયલ હપ્પૂ કી ઉલટન પલટનમાં મોટે ભાગે સાડીમાં જોવા મળતી કામનાને તેની અસલી જિંદગીમાં પણ સાડી પહેરવાનું ખુબ જ ગમે છે. 

(10:22 am IST)