Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ડબલ રોલથી ખુબ જ ખુશ છે હિબા

ટીવી પરદે હિબા નવાબે અનેક શોમાં કામ કર્યુ છે. ફીર કોઇ હૈ, સાત ફેર, લો હોગઇ પૂજા ઇસ ઘર કી, તેરે શહેર મેં,  મેરી સાસુ મા સહિતના શોથી જાણીતી બનેલી હિબા હલામાં જીજાજી છત પર કોઇ હૈ શોમાં ડબલ રોલ નિભાવીને ખુશ છે.   અહિ તે પોતાની તોફાની ઇમેજને દેખાડી રહી છે. તે સી. પી. શર્મા અને ઘોસ્ટં એમ બંને પાત્રો ભજવી રહી છે. હિબા કહે છે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે ખુબ શાંત છાત્રા હતી. પરંતુ ઘરમાં હું બધાની ફેવરીટ હતી. હું ટીવી પરદે આવી પછી લોકો મારી નોંધ લેતા થયા છે. આ શોમાં કામ કરવાની શરૂઆત કરી એ પછી જ મારી અંદરનું તોફાનીપણું બહાર આવ્યું હતું. ડબલ રોલ ભજવીને હું મારી પોતાની જાતને ઓળખી રહી છું એવું મને લાગે છે. મને ખુશી છે કે આ શો દ્વારા મને મારી જાતને ઓળખવાની તક મળી. 'જીજાજી છત પર હૈ'માં મેં જ્યારે ઇલાઇચીનું પાત્ર ભજવ્યું હતું ત્યારે મને લાગતું હતું કે હું કેમ તેના જેવી નથી? આ પાત્ર ભજવવાની મને ખૂબ મજા આવી હતી.

(10:21 am IST)