Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સલમાન સામે બાથ ભીડવા ઇમરાનની ભરપુર તૈયારી

સલમાન ખાનની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ટાઇગરની આગામી ફિલ્મની ખુબ ચર્ચા છે. સલમાન ખાન અને કેટરીના કૈફની મુખ્ય ભુમિકા સાથે આ વખતે ઇમરાન હાસમી પણ આ ફિલ્મમાં સામેલ થયો છે.  સલમાન અને ઇમરાન વચ્ચેની ટક્કર નિહાળવા ચાહકો ખુબ જ ઉત્સુક છે. ઇમરાન હાસમીએ સલમાન સામે બાથ ભીડવા માટે ભરપુર તૈયારી કરી લીધી છે. આ માટે તેણે પોતાનું બોડી પણ જબરદસ્ત બનાવી લીધું છે. જીમમાં જઇને તેણે અલગ જ લૂક મેળવી લીધો છે. બાવડેબાજ ઇમરાનની તસ્વીરો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. ઇમરાને આવી તસ્વીરો પોસ્ટ કરી હતી જેને તેના ચાહકોએ ખુબ પસંદ કરી છે. એક તસ્વીરમાં ઇમરાન શર્ટલેસ પણ જોવા મળ્યો છે. તે ફિલ્મમાં પાકિસ્તાની આઇએસઆઇ જાસૂસના રોલમાં જોવા મળવાનો છે. તેને ચાહકો નેગેટિવ રોલમાં જોવાના છે. આ ફિલ્મની કહાનીની શરૂઆત ત્યાંથી થશે જ્યાંથી શાહરૂખ ખાનની 'પઠાણ' પુરી થશે.

(10:21 am IST)