Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

એ અનુભવ યાદગાર બની ગયો છેઃ પૂજા

પૂજા હેગડે હિન્દી અને સાઉથ એમ બંને ઇન્ડસ્ટ્રીમાં ભરપુર કામ કરી રહી છે. હાલમાં બોલીવૂડમાં તે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં રણવીરસિંહ સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. પૂજાએ રણવીર અને રોહિત સાથે આ ફિલ્મના શુટીંગમાં કેવો અનુભવ થયો તે અંગે કહ્યું હતું કે ફિલ્મના શુટીંગ વખતે ખુબ મજા આવી હતી. રણવીર અને રોહિતજી વચ્ચે પહેલેથી જ બોન્ડીંગ છે. તમે આવા લોકો સાથે કામ કરો ત્યારે તમને કોઇ તકલીફ પડતી નથી.  મને શુટીંગ વખતે એવુ લાગતું હતું કે આ કોઇ ફિલ્મનું કામ નથી પણ એક પાર્ટી ચાલી રહી છે અને વચ્ચે વચ્ચે અમે શુટીંગ પણ કરી રહ્યા છીએ. એકમદ મજાનો માહોલ સેટ પ રહેતો હતો. શુટીંગનો એ અનુભવ અત્યંત યાદગાર બની ગયો છે. પૂજા પ્રભાસ સાથેની ફિલ્મ રાધેશ્યામમાં પણ છે. આ ફિલ્મનું શુટીંગ પણ પુરૂ કરી લીધું છે. ચિરંજીવી અને રામચરણ સાથેની બે ફિલ્મો પણ તે કરી રહી છે.

(10:20 am IST)