Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' નું ટીઝર આઉટ : અજય દેવગણના દમદાર ડાયલોગ

ફિલ્મનું ટીઝર જોઇને લોકો ઇમ્પ્રેસ થયા છે અને ટ્રેલરને લઇને લોકોની ઉત્સુકતા વધી છે

મુંબઇ,તા.૧૨: અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું ટીઝર આવી ગયું છે. નોરા ફતેહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કર્યું છે. ફિલ્મનું ટીઝર જોઇને લોકો ઇમ્પ્રેસ થયા છે અને ટ્રેલરને લઇને લોકોની ઉત્સુકતા વધી છે. ટ્રેલર આવતી કાલે ૧૨ જુલાઇએ રીલિઝ થશે.

ટીઝરમાં અજય દેવગણનો જોરદાર અવાજ સંભળાય છે. અજય દેવગન જે રીતે ડાયલોગ બોલ્યા છે, ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત્।, સોનાક્ષી સિંહા અને અજય દેવગનની એક ઝલક જોવા મળી છે. આ ફિલ્મનું પ્રીમિયર ૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થવાનું છે.

આ ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ઘની વાત બતાવવામાં આવી છે. અજય દેવગન ભારતીય હવાઇ દળના સ્કોડ્રન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. તેઓ ૧૯૭૧માં ભારત-પાકના યુધ્ધ દરમિયાન ભુજ હવાઈ મથકના ઇનચાર્જ હતા. સંજય દત્ત્।, સોનાક્ષી અને નોરા મહત્વના પાત્રમાં જોવા મળશે.

(4:51 pm IST)