Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ફરી કામે લાગ્યો જોનઃ એકશન દ્રશ્યો માટે ફોરેન જશે

એકશન ફિલ્મો માટે જાણીતા જોન અબ્રાહમની ફિલ્મો એટેક અને સત્યમેવ જયતે-૨ની તેના બહોળા ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોન આ ઉપરાંત શાહરૂખ ખાન સાથેની ફિલ્મ પઠાન પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે શાહરૂખ સામે વિલનગીરી કરતો જોવા મળશે. બંને વચ્ચે જબરદસ્ત એકશન દ્રશ્યો જોવાનો દર્શકોને લ્હાવો મળવાનો છે. એકશન જોનરને ખાસ બનાવવા ચાર ચાર વિદેશના એકશન ડિરેકટરને આ ફિલ્મ સાથે જોડવામાં આવ્યા છે. કોરોનાને કારણે પઠાનનું શુટીંગ અટકીગયું હતું. પણ હવે જોન અબ્રાહમ ફરીથી કામે લાગીગયો છે. તેણે તાજેતરમાં પઠાનનું શુટીંગ શરૂ કરી દીધું હતું. અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે. નવી ગાઇડલાઇન મુજબ થોડી છૂટછાટ મળતાં શુટીંગ શરૂ કરવામાં આવ્યું છે. નિર્દેશક સિધ્ધાર્થ આનંદે જોન અને શાહરૂખ વચ્ચેના અમુક મહત્વના દ્રશ્યોનું ફિલ્માંકન કર્યુ હતું. મુંબઇ શેડ્યુલ બાદ ટીમ એકશન દ્રશ્યો માટે ફોરેન જવાની છે.

(10:53 am IST)