Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

'પધ્માવત' હિટ જતા રણવીર સિંહે વધારી ફીસ

મુંબઇ: રણવીર સિંહે સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવતમાં અલ્લાઉદ્દીન ખીલજીની ભૂમિકા ભજવીને વાહવાહ મેળવી ગયો છે. તેના અભિનયને મોટા ભાગના દર્શકોએ વખાણ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થતાં જ પોતાની ફીમાં વધારો કર્યો છે.  ફિલ્મ સુપરહિટ થાય એટલે દરેક કલાકાર એ ફિલ્મ બાદ પોતાની ફીમાં વધારો  કરતા હોય છે. રણવીરે પણ આમ જ કર્યું છે. પદમાવતની સફળતાથી તેણે પોતાની ફી વધારી દીધી છે. જોકે તેણે કેટલો વધારો કર્યો છે તે જાણવા મળ્યું નથી. હવેથી ેરણવીર સિંહે એટલી જ ફી લેવાનો નિર્ણય કર્યો છે જેટલી તેના પ્રતિદ્વંદી લઇ રહ્યા છે. જોકે દીપિકા પદુકોણે આ ફિલ્મની સફળતાનો લાભ ઉઠાવાનો નિર્ણય કર્યો નથી. તે અત્યાર સુધી એક ફિલ્મ માટે રૃા. ૧૩ કરોડ જેટલી ફી વસૂલતી હતી અને આગામી ફિલ્મ માટે પણ તેણે એટલી જ રકમ લેવાનો વિચાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વરુણ ધવનની જુડવા ટુ સફળ થયા પછી અભિનેતાએ પણ પોતાનું મહેનતાણું વધારી નાખ્યું હતું.

 

 

(4:32 pm IST)