Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ટીનાની ચુલબુલી અદાએ કર્યા ચાહકોને ઘાયલ

ટીવી પરદે સિરીયલ ઉતરનમાં ઇચ્છા નામના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી ટીના દત્તા વારંવાર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ઇન્ટરનેટ પર આગ લગાડતી રહે છે. હાલમાં તેણે કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી જેમાં તેની ચુલબુલી અદા જોવા મળી હતી. ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં તે અત્યંત ખુબસુરત દેખાઇ રહી છે. તેના કયુટ અંદાજને ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. કોરોના કાળમાં સિરીયલોના શુટીંગ બંધ હોવાથી બીજા સ્ટાર્સની જેમ ટીના સોશિયલ મિડીયા પર વધુ સક્રિય રહી હતી અને ચાહકો સામે આવતી રહી હતી. તેનું સોશિયલ મિડીયા એકાઉન્ટ્સ તેની એક એકથી ચડીયાતી ગ્લેમરસ અને બોલ્ડ તસ્વીરોથી ભરેલુ છે. પાંચ વર્ષની વયથી ટીવી પરદે કામ શરૂ કરી દેનારી ટીનાનો પહેલા શોનું નામ સિસ્ટર નિવેદીતા હતું. જો કે ટીનાને ઓળખ ઉતરન શોથી મળી હતી. છેલ્લે તે ડાયનમાં પણ મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી.

(9:58 am IST)