Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મહિલાઓના શોષણને ખત્મ કરવા ઇચ્છે છે કામ્યા પંજાબી

ટીવીની જાણીતી અભિનેત્રી અને બિગ બોસમાં ભાગ લઇ ચુકેલી કામ્યા પંજાબી રાજનીતિને એક સારી કારકિર્દી સમજી રહી છે. તે કહે છે હું રાજકારણમાં આવીને મહિલાઓના શોષણને ખત્મ કરવા ઇચ્છુ છું. તે કહે છે આ વિકલ્પ મને ખરાબ નથી લાગતો. આ એક પડકારજનક કારકિર્દી છે. જે તમારી તાકાતની પણ પરિક્ષા લઇ લે છે અને તમારા વ્યકિતત્વની કસોટી પણ થઇ જાય છે. કામ્યા કહે છે મહિલાઓ પણ શ્રેષ્ઠ જિંદગી જીવવા માટે હકદાર છે. કોઇપણ મહિલા પરિવાર કેસમાજનો શિકાર થાય એ હું જોઇ શકતી નથી. હું જો રાજનીતિમાં આવીશ તો એવો માહોલ ઉભો કરીશ કે મહિલાને હેરાન કરતાં પહેલા લોકો સો વાર વિચાર કરશે. હાલમાં કામ્યા ટીવી શો 'શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી'માં જોવા મળી રહી છે.

(9:36 am IST)