Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ત્રણ ફિલ્મો '૧૯૨૧', 'મુક્કાબાજ' અને 'કાલાકાંડી' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો '૧૯૨૧', 'મુક્કાબાજ' અને 'કાલાકાંડી' રિલીઝ થઇ છે.

નિર્માતા અને નિર્દેશક વિક્રમ ભટ્ટ ફરીથી પોતાના મનપસંદ જોનર હોરરને લાવ્યા છે. '૧૯૨૧' નામની તેની આ ફિલ્મમાં સંગીત હરિષ સગાને, અસદ ખાન, પરિણીત મવાલે, સંગીત હલ્દીપુર અને સિધ્ધાર્થ હલ્દીપુરનું છે. ઝરીન ખાન, કરણ કુન્દ્રા, અનુપમ ખેર, ટોબી હિનસન અને સોનીયા આમ્સ્ટ્રોંગની મુખ્ય ભૂમિકા છે. વિક્રમ ભટ્ટે ૧૯૨૦ નામની ફિલ્મ બનાવી હતી. એના પછી આ ફિલ્મ બનાવી ેછે. અગાઉ કસૂર, રાઝ, રાઝ થ્રીડી, શાપિત, હોન્ટેડ થ્રીડી, રાઝ રીબૂટ, ક્રિએચર થ્રીડી જેવી હોરર ફિલ્મો આપી છે. ૧૯૨૧નું શુટીંગ વિદેશમાં થયું છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જે ખુબ ડરામણું હતું. હોરરના શોખીનોને આ ફિલ્મ ખુબ ગમશે તેવું જણાય છે.

બીજી ફિલ્મ 'મુક્કાબાજ'ના નિર્માતા આનંદ એલ. રાય, વિક્રમાદિત્ય મોણવાણી અને મધુ મન્ટેના તથા નિર્દેશક અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં સંગીત પ્રશાંત પિલ્લાઇનું છે. ફિલ્મમાં વિનીત કુમાર સિંઘ, ઝોયા હુશેન, રવિ કિશન, જીમ્મી શેરગીલ, નીરજ ગોયત, શ્રીધર દુબે અને દિપક તન્વરે અભિનય આપ્યો છે.

ભારતમાં અનેક રમતવીરો છે જેને યોગ્ય માર્ગદર્શન મળે તો દેશનું નામ રોશન કરી શકે છે. પરંતુ આવા ખેલાડીઓનો સોૈથી મોટો દુશ્મન જાતીવાદ અને ભ્રષ્ટાચાર છે. ખેલમાં આ લોકો સાથે ગેમ રમાઇ જાય છે. મુક્કાબાઝ ફિલ્મ શ્રવણ નામના એવા યુવાનની કહાની છે જેને પોતાના સપના પુરા કરવા છે. જો કે આ માટે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શ્રવણ (વિનીત સિંઘ) ભણવામાં ધ્યાન આપી શકતો નથી પરંત ુતે મુક્કાબાઝ-બોકસર બનવાની ઇચ્છા છે. તે કહેતો હોય છે હું યુપીનો માઇક ટાયસન બનીશ. આ માટે તે સ્થાનિક નેતા ભગવાનદાસ મિશ્રા (જીમ્મી શેરગીલ)ને મળે છે. જે કોચ પણ છે. પરંતુ તે બોકસરો પાસે ઘઉં દળાવવાનું કામ કરાવવા ઉપરાંત બીજા અંગત કામો કરાવે છે. ભગવાનદાસની ભત્રીજી સુનયના (જોયા હુશેન) અને શ્રવણ વચ્ચે પ્રેમ થઇ જાય છે. જેથી ભગવાન દાસ તેનો દુશ્મન થઇ જાય છે.

શ્રવણ નેશનલ ગેમ રમવા બનારસ જાય છે. જ્યાં કોચ સંજય કુમાર (રવિ કિશન) તેને તાલિમ આપે છે. પણ મગર મચ્છ પાણી સાથે વેર કરે તો કયાં જાય?  શ્રવણને અહિ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે સ્પોર્ટસ કવોટામાં નોકરી મળ્યા પછી પણ ખેલાડીઓની સફર સરળ હોતી નથી. તેની પાસે ફાઇલો ઉપાડવાથી માંડીને પટ્ટાવાળાનું કામ કરાવાય છે. ફિલ્મમાં નવાજુદ્દિન સિદ્દીકી સરપ્રાઇઝ રૂપે જોવા મળશે. બોકસરની ભૂમિકામાં વિનીત સિંઘે કમાલનું કામ કર્યુ છે. તેને બોકસરની સાચી તાલિમ લીધી છે.

ત્રીજી ફિલ્મ 'કાલાકાંડી'ના નિર્માતા રોહિત ખટ્ટર, આશી દુઆ સારા અને નિર્દેશક અક્ષત વર્મા છે. લેખન અક્ષત વર્માનું અને કહાની દેવેશ કપૂરની છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, અક્ષય ઓબેરોય, કૃણાલ રોય કપૂર, દિપક ડોબરીયાલ, વિજય રાજ, શોભીતા ધુલીપાલા, સિશા તલવાર, વિશમ પાટીલે અભિનય આપ્યો છે. સંગીત સમીર ઉડ્ડીન અને સાશ્વત સચદેવનું છે. આ ફિલ્મમાં ડાર્ક કોમેડી જોવા મળશે. સૈફ અલી ખાન તદ્દન અલગ લૂકમાં છે. સૈફએ કહ્યું હતું કે મારી બોલીવૂડની ૨૫ વર્ષની કારકિર્દીમાં આ ફિલ્મમાં તદ્દન અલગ જ કામ કર્યુ છે. અક્ષતે અગાઉ દેલ્હી બેલ્લી જેવી એડલ્ટ કોમેડી બનાવી હતી. સૈફની આ ફિલ્મ અગાઉ રિલીઝ થવાની હતી. પણ રિલીઝ પાછી ઠેલાયા બાદ હવે આજથી પ્રદર્શીત થઇ છે.

 

(9:35 am IST)
  • તાપી જીલ્લામાં બંધની અસર નહિવત્: શાળા બંધના એલાનમાં વાલીમંડળનું સમર્થન નહિં : જીલ્લાની તમામ શાળા રાબેતા મુજબ ચાલુ access_time 2:14 pm IST

  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 12:01 am IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 7:21 pm IST