Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જેકી ભગનાની-રકુલપ્રીતે એમનાં પ્રેમ-સંબંધને સત્તાવાર જાહેર કર્યો

રકુલ અને જેકી એકબીજાના પ્રેમમાં છે એ વાતની આજ પહેલા કોઇને ખબર નહોતી

મુંબઈ,તા.૧૧: નિર્માતા અને અભિનેતા જેકી ભગનાનીએ એ વાતનું સમર્થન કર્યું છે કે સોશિયલ મિડિયા પર પોતે અભિનેત્રી રકુલપ્રીત સિંહને ડેટિંગ કરી રહ્યો છે. કાલે રકુલપ્રીતનો ૩૧મો જન્મદિવસ હતો અને જેકીએ ઈન્સ્ટાગ્રામ પર રકુલને જન્મદિવસની શુભેચ્છા આપી છે એ સાથે બંનેની એક તસવીર પણ શેર કરી છે, જેમાં બંને જણ હાથ પકડીને ચાલી રહ્યાં છે.

રકુલપ્રીતે પણ જાહેર કર્યું છે કે પોતે જેકીને ડેટ કરી રહી છે. તેણે પણ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર આ જ તસવીર શેર કરી છે. તેની સાથેની કેપ્શનમાં એણે લખ્યું છે, 'થેંક યૂ માય લવ. તું આ વર્ષે મને બર્થડે ગિફ્ટ તરીકે મળ્યો છે. મારી જિંદગીમાં વધારે રંગો ભરવા બદલ તારો આભાર. મને સતત આટલું બધું હસાવવા બદલ તારો આભાર..આપણે બેઉ મળીને હવે વધારે યાદને તાજી કરીશું.' આ તસવીર વાઈરલ થયા બાદ મનોરંજન જગતમાંથી રકુલપ્રીત પર જન્મદિવસ તેમજ જેકી સાથે રિલેશનશિપ, એમ બંને માટે શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. રકુલ અને જેકી એકબીજાંનાં પ્રેમમાં છે એ વાતની આજ પહેલાં કોઈને ખબર નહોતી.

રકુલપ્રીતે હાલમાં જેકી ભગનાનીના પ્રોડકશન બેનરની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં રકુલ અને અક્ષયકુમારની મુખ્ય ભૂમિકા છે. રકુલ આ ઉપરાંત અટેક, મેડે, થેંક ગોડ, ડોકટર જી, ઈન્ડિયન ૨ ફિલ્મોમાં પણ ચમકવાની છે. જેકી ભગનાની નિર્માતા તરીકે એમની પ્રોડકશન ૪૧ હેઠળ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ગણપત વન બનાવી રહ્યો છે.

(9:55 am IST)