Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બોલો લ્યો.... ગર્લફ્રેન્ડ નતાશા માટે વરુણ ધવને છોડ્યું પિતાનું ઘર

મુંબઈ:વરુણ ધવને હવે પોતાનું ઘર ખરીદી લીધું છે, અને ગર્લફ્રેન્ડ નતાશા સાથે લિવઇનરિલેશનશિપમાં રહેવાની તૈયારી કરી રહ્યો છે. ધવન પુત્ર કામમાં વધુ વ્યસ્ત રહેતો હોવાથી નતાશાને પુરતો સમય ન આપી શકવાને કારણે તેણે આ કદમ ઊઠાવ્યો છે. વરુણે નવા ઘરમાં મિત્રો સાથે પાર્ટી પણ રાખી હતી અને તેની તસવીરો સોશયલ મીડિયા પર પણ હતી. હવે વરુણે પરિવાર સાથ ેગૃહપ્રવેશની પૂજા કરી છે જેની તસવીરો અનુપમ ખેરે સોશયલ મીડિયા પર મુકી છે. વરુણ  ગર્લફ્રેન્ડ નતાશા સાથે આ ઘરમાં શિફ્ટ થઇ જવાનો છે. તે વધુ પડતો કામમાં વ્યયસ્ત હોવાથી તેને પુરતો સમય આપી શકતો નથી. તેથી વરુણે આવો નિર્ણય લીધો છે. સૂત્રની વાત સાચી માનીએ તો વરુણ અને નતાશાના સંબંધમાં તિરાડ પડવાની અણી પર હતી. વરુણ અને આલિયાના વધતા જતા સંબંધોને કારણે નતાશા નારાજ થઇ ગઇ હતી. પોતાની નાનપણની સ્ત્રીમિત્રને વરુણ ગુમાવવા તૈયાર નથી. ઉપરાંત એક બીજી વાત એવી પણ છે કે નતાશાને વરુણના પરિવાર સાથે ન રહેવા કરતાં વરુણના પોતાના ઘરમાં રહેવાની જીદ હતી. તેથી વરુણે પ્રેમિકા માટે ઘર લઇને સાથે રહેવાનો છે. 

(5:37 pm IST)