Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અભિનેતા - નિર્માતા અજય હસી - હસીને થયો લોટપોટ

અજય દેવગણ પણ અક્ષય કુમારના રસ્તે ચાલી ધડાધડ ફિલ્મો કરવા માંડ્યો છે. ૯મીથી તેની ફિલ્મ 'ટોટલ ધમાલ'નું શુટીંગ શરૂ થઇ ગયું છે. જેનું નિર્દેશન ઇન્દ્ર કુમાર કરી રહ્યા છે. આ ફિલ્મ ૭મી ડિસેમ્બરે રિલીઝ થશે. અજય આ ફિલ્મનો નિર્માતા પણ બન્યો છે. ઇન્દ્ર કુમારે અજયને સ્ક્રિપ્ટ સંભળાવી તો તે હસી-હસીને લોટપોટ થઇ ગયો હતો. અજયને સ્ક્રિપ્ટ એટલી ગમી હતી કે તે ફોકસ સ્ટાર સ્ટુડિયો, અશોક ઠાકેરીયા, મકરંદ અધિકારી અને આનંદ પંડિત સાથે સહનિર્માતા બની ગયો હતો. જો કે અજયએ એક શરત રાખી હતી કે આ ફિલ્મ એકદમ સ્વચ્છ અને પારિવારીક હોવી જોઇએ અને તેમાં અશ્લિલતા ન હોવાી જોઇએ. અજય માને છે કે સારી કોમેડી ફિલ્મો સમગ્ર પરિવાર સાથે બેસીને જોઇ શકે છે. તેની ગોલમાલ અગેઇન પણ આવી જ ફિલ્મ હતી. અજયની આ શરત પછી ઇન્દ્રએ સ્ક્રિપ્ટમાં ફેરફાર પણ કર્યો છે. અનિલ કપુર, માધુરી દિક્ષીત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી પણ ફિલ્મમાં છે. અજય સાથે એકપણ હિરોઇન નથી.

(9:27 am IST)
  • દિલ્હીઃ હેલીકોપ્ટર માંથી નીચે પડતા ૩ જવાન ઘાયલઃ આર્મી ડે પરેડ રિહર્સલમાં હેલીકોપ્ટરમાંથી નીચે પડતા ૩ જવાન ઘાયલ : હેલીકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા દુર્ઘટના : તપાસના આદેશ આપ્યા access_time 11:26 am IST

  • મધ્યપ્રદેશમાં ઓલ ઇન્ડિયા જુનિયર હોકી ટીમની ગોલકીપર ખુશ્બુખાનની ઝૂંપડીનું જાજરૂ તોડી નાખ્યું : આખો પરિવાર ખુલ્લામાં શૌચ કરવા મજબુર access_time 9:50 am IST

  • ઈસ્લામાબાદમાં ભારતીય ન્યુઝ ચેનલના પત્રકાર પર હુમલો :રાવલપીંડી એરપોર્ટ જઈ રહેલા સાદીકને ડઝન જેટલા લોકોએ માર માર્યો : અપહરણનો પ્રયાસ નિષ્ફળઃ જાનથી મારી નાખવાની ધમકી આપી access_time 3:49 pm IST