News of Thursday, 11th January 2018

આશિષ શર્માનું પત્નિ સાથે બોલ્ડ ફોટોશૂટ

ટીવી શો 'સિયા કે રામ'માં ભગવાન રામનો રોલ નિભાવી ચુકેલા આશિષ શર્માની પત્નિ અભિનેત્રી અર્ચના તાયડેએ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી છે. કેટલાક ફોટામાં તેની સાથે પતિ આશિષ પણ છે. અર્ચના ટીવી અભિનેત્રી અને સ્ક્રિપ્ટ રાઇટર છે. તેણે કુબૂલ હૈ, સંતોષી મા સહિતના શોમાં કામ કર્યુ છે. અર્ચનાએ કહ્યું હતું કે આગોતરૂ આયોજન કરીને આ ફોટોશૂટ કરાવાયુ નહોતું. હું ગોવામાં આ શૂટ કરવા ઇચ્છતી હતી. આશિષે થોડા દિવસની રજા લીધી હતી અને તેના કારણે ખુબ સરસ ફોટોશૂટ સામે આવ્યું હતું. અર્ચના કહે છે આશિષના કપડા પણ નહોતા, એણે જે મળ્યું એ પહેરી લીધુ હતું. અમે રમત-રમતમાં આ ફોટોશૂટ કરી લીધુ હતું.

(9:28 am IST)